વર્ષોથી છું સંજય સરનો ફેન : અલી ફઝલ

0
33

મુંબઈ,તા.૧૭
વિક્ટોરિયા એન્ડ અબ્દુલ જેવી હોલિવૂડની ફિલ્મ કર્યા બાદ ઇન્ટરનેશનલ ગણાતા થઇ ગયેલા અભિનેતા અલી ફઝલે કહ્યું  હતું કે હું તો સંજયસરનો ફેન રહ્યો છું. બાળપણથી એમની ફિલ્મો જાઇને મોટો થયો છું.
યોગાનુયોગે અલી ફઝલ અને સંજય દત્ત પ્રસ્થાનમ ફિલ્મના સેટ પર પહેલીવાર મળ્યા ત્યારે અલી ફઝલ ઠીક ઠીક સમય સુધી મુગ્ધપણે સંજય દત્તને જાતો રહી ગયો હતો.
પ્રસ્થાનમ હિટ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે જેમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ઓરિજિનલ ફિલ્મ બનાવનારા દેવા કટ્ટા પોતે આ હિન્દી રિમેક બનાવી રહ્યા છે.
અલીએ વધુમાં કહ્યું કે સંજય સર મારા પિતાનો રોલ કરી રહ્યા છે જ્યારે મનીષા કોઇરાલા મેડમ મારી માતાનો રોલ કરી રહ્યાં છે. સંજય સર એકદમ સરળદિલ છે. એ તમારી કક્ષાએ આવીને તમારી સાથે વાત કરતા હોય છે. બહુ નમ્ર વ્યક્તિ હોવાની છાપ મારા મન પર પડી હતી. પોતે સ્ટાર હોવાની હવા એમના દિમાગમાં જરાય ભરાઇ નથી.
આ ફિલ્મના સહનિર્માતા પણ સંજય દત્ત છે. એ એક અત્યંત પાવરફૂલ પોલિટિશ્યન લોકીનો રોલ કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY