રાજકોટ,તા.૨૦
રાજકોટમાંથી નકલી પોલીસ બની લોકોને ખંખેરતા બે શખ્સોને યુર્નિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. ફોજદાર અને કોન્સ્ટેબલ બની લોકો સાથે છેતપિંડી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા જયેશ શ્રીવાસ્તવ પીએસઆઇ કમિશનર ઓફ કચ્છ અને સુનિલ સાવસેટા નામનો શખ્સ કોન્સ્ટેબલ હોવાનો રોફ જમાવતા હતા. બન્ને પાસેથી ડુપ્લીકેટ આઇકાર્ડ મળી આવ્યા હતા અને બન્ને પાસેથી ખાખી વરદી પણ મળી આવી હતી.
નકલી પોલીસ બની લોકો સામે રોફ જમાવતા બે શખ્સોની પૂછપરછ પોલીસે શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ સુનિલ અગાવ ગ્રામરક્ષક દળનો જવાન હોવાનું સામે આવ્યું છે. એ સિવાય અગાઉ ટ્રાફિક વોર્ડનની નોકરી કરી ચુકવ્યો હતો. અગાઉ આરોપી વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકવ્યા છે. આ શખ્સોએ કિયારથી નકલી પોલીસ બની ફરી રહ્યાં છે અને કેટલા લોકોને કિયા શહેરમાં કોને કોને ખંખેર્યા છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. હાલ તો નકલી પોલીસ ડ્રેસ અને આઇકાર્ડ કબ્જે કરી છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે બંને પાસેથી આરપીએફ, કચ્છ પીએસઆઇ અને ગ્રામરક્ષક દળના નકલી કાર્ડ કબ્જે કરી તેઓના ઘરની પણ તલાશી લીધી હતી. જેમાં જયેશના ઘરમાંથી વધુ એક પોલીસ ડ્રેસ પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ જયેશ શ્રીવાસ્તવ પ્રાઇવેટ નોકરી કરે છે. જ્યારે સુનિલ અગાઉ ટ્રાફિક વોર્ડન હતો. અને વાહનચોરી કરતાં ડિસમીસ કરવામાં આવ્યો હતો. હાલ બંનેની વિશેષ પુછતાછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




