સરકારની નીતિઓ જ સરકારી કામને આડે આવી રહી છે
બેંગ્લુરુ,તા.૨૦
કર્ણાટક રાજ્યમાં વર્ષ દરમિયાન સરકારી કર્મચારી અને અધિકારીઓ ૧૦૦ દિવસની રજાઓ ભોગવે છે. વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૧૦૦ દિવસની રજાઓમાં અઠવાડિયાના રવિવાર તેમજ અન્ય રજાઓનો સમાવેશ થાય છે. રાજ્યની સરકાર સામે આ એવી સમસ્યા છે, જેના કારણે જનતામાં તેના પ્રત્યે રોષ જાગી રહ્યો છે.
રાજ્ય કાયદા અને સાંસદીય કાર્યમંત્રી કૃષ્ણ બાયરગૌડા મુજબ સરકારી કાર્યાલયોમાં વર્ષ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ ૧૦૦ દિવસની સત્તાવાર રજાઓ ભોગવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર યોગ્ય કાર્ય કરી શકવામાં
અસમર્થ રહે છે. રાજ્યની જનતાને સંદેશો મળી રહ્યો છે કે, રાજ્ય સરકાર સરખી રીતે કાર્ય કરી રહી નથી.
રાજ્યમાં છઠ્ઠા પગારપંચ મુજબ શનિવારે પણ રજા જાહેર કરવામાં આવી છે. બાયરગૌડાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આતી રજાઓ અને શનિવારની રજાઓ સામે નિવારણ કરવું જરૂરી બન્યું છે. સરકાર મહિનાના ચોથા શનિવારની રજાના વિરોધમાં નથી, પરંતુ રજાઓમાં કાપ ખૂબ જ જરૂરી બની ગયો છે.
આ મામલે નિવારણ લાવવા માટે કેબિનેટે એક સબકમિટીની રચના કરી છે. જે રજાઓને ઘટાડવા પર કામ કરી રહી છે. સંભાવનાઓ એ પણ છે કે, રજાઓ પર કાપ મુકાતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેનો વિરોધ કરે, જ્યારે બીજી તરફ રાજ્યની જનતામાં સરકારની ખરાબ છબી ઉભરી આવી છે. તેમના મુજબ પ્રશાસન કામ ઓછું કરી રહ્યું છે અને રજાઓ વધારે ભોગવી રહ્યું છે, પરંતુ વેતન યોગ્ય સમયે મેળવી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



