રાજપીપળા : આંધ્રપ્રદેશના નગરપાલિકા પ્રસાશન અને શહેરી વિકાસ વિભાગના મંત્રી ડૉ. પી. નારાયણે ગઈકાલે સાંજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન વોલ ઓફ યુનિટી, વ્યુંઇગ ગેલેરી, મ્યુઝીયમ, ફુડકોર્ટ, સોવેનિયર શોપ, મેમોરીયલ વિઝીટર્સ સેન્ટર્સ સહિતના આકર્ષણોની મુલાકાત લીધી હતી
ગઇકાલે બપોર બાદ કેવડીયા પીકોલોની ખાતે સાંજે આવી પહોંચેલા આંધ્રપ્રદેશના મંત્રી ડૉ. પી. નારાયણે L & T ની સાઇટ કચેરી ાતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સંદર્ભેની વિવિધ તકનીકી બાબતો અંગેની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સ્થળની મુલાકાત લઇ, સરદાર મેમોરીયલ મ્યુઝીયમ અને વ્યુઇંગ ગેલેરીમાંથી માતા નર્મદા અને વિંદ્યાચલ – સાતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે નર્મદા દર્શન કરીને પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેમણે કરી હતી.
આ મુલાકાત દરમિયાન લાયઝન અધિકારી અને રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર અમીત પંડ્યા, L&T કંપનીના રાવલ, રાજેશભાઇ, નર્મદા નિગમના ઇજનેર જાદવ વગેરે પણ મંત્રી સાથે રહ્યાં હતાં. મંત્રી ડૉ. પી. નારાયણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ સ્મારક પ્રતિમાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલી વિવિધ સામગ્રીની વિગતો ઉપરાંત તેના તકનીકી પાસાંઓ અંગે ઉંડો રસ દાખવીને નિગમના ઇજનેર પાસેથી વિસ્તૃત જાણકારી મેળવવાની સાથે ભવિષ્યમાં અહીં ઉભી થનારી બોટીંગ સુવિધા સહિતની અન્ય આનુષંગિક સવલતો અંગે પણ વિગતવાર જાણકારી મેળવી તેઓશ્રી અત્યંત પ્રભાવિત થયા હતાં. મંત્રી ડૉ. પી. નારાયણે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર રંગારંગ અદભૂત લેશર-શો પણ નિહાળ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





