મુંબઈ,તા.૩૧
સુપરહિટ ફિલ્મ દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યું હતું કે મને એકનું એક વર્ક આઉટ રોજ ગમતું નથી, કંટાળો આવી જાય છે એટલે મારું વર્ક આઉટ લગભગ રોજ બદલાય છે.
‘અઠવાડિયામાં ત્રણેક દિવસ હું કીક બોક્સિંગ કરું છું તો બીજા બે ત્રણ દિવસ ડાન્સ કરું છું. તો વચ્ચે પુશપ્સ (દંડ જેવી કસરત ) કરી લઉં છું. સ્વભાવે સ્પર્ધાત્મક હોવાથી કીક બોક્સિંગ કરું ત્યારે યુવાનો સાથે કરું છું. છોકરા છોકરી બંને આ સ્પોર્ટમાં સહભાગી થાય છે’ એમ તેણે કહ્યું હતું.
દંગલની કુસ્તી અખાડામાં થતી હતી જ્યારે ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં મારે વિસ્ફોટક એક્શન કરવાની હતી એટલે મારા વર્ક આઉટમાં મેં વેઇટ લિફ્ટીંગ કરવા માંડયું હતું. આમ હું કોઇ એક વર્ક આઉટ પેટર્નમાં માનતી નથી. મારું વર્ક આઉટ સતત બદલાતું રહ્યું છે. મને એકસરખું વર્ક આઉટ આકર્ષતું નથી. બહુ ઝડપભેર હું કંટાળી જાઉં છું. ઠગ્સ આૅફ હિન્દુસ્તાન માટે મેં અતિ દળદાર ટાયર ખસેડવાથી માંડીને ટાયર પર હથોડાના પ્રહાર જેવા વર્ક આઉટ અજમાવ્યા હતા. સાથોસાથ આ ફિલ્મ માટે મેં ભાલાફેંક અને તલવારબાજીની તાલીમ પણ લીધી હતી. આમ સતત વૈવિધ્ય મારા વર્ક આઉટને આકર્ષક બનાવી રÌšં હતું. ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં મેં તલવારબાજીના દ્રશ્યો પણ આપ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





