યુકે હાઈકોર્ટે માલ્યાનું લંડનનું મકાન જપ્ત કરવા વિરુદ્ધની અરજી નકારી

0
9

લંડન,તા.૨૨
વિજય માલ્યાને લંડનના પાશ વિસ્તારમાં આવેલા પોતાના ઘરને બચાવવા મામલે મોટો ઝટકો લાગ્યો છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા પોતાના દેવાની વસૂલી માટે જપ્તી વિરુદ્ધ તેમની કાયદાકીય ટીમ દ્વારા આપવામાં આવેલી દલીલોને યુકે હાઈકોર્ટે ફગાવી દીધી છે.
બેંકે ગિરવે મૂકેલા ૨.૦૪ કરોડ પાઉન્ડના દેવાની ચૂકવણી ના કરવા પર સેન્ટ્રલ લંડનના કાર્નવાલ ટેરેસ આવેલી સંપત્તિને જપ્ત કરવાની માગ કરી હતી. આ સંપત્તિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા, તેમના પરિવાર અને યુનાઈટેડ બ્રેવરીજ ગ્રૂપ કાર્પોરેટ ગેસ્ટ માટે ઉચ્ચ વર્ગનું મકાન ગણાવ્યુ હતુ.
જાકે આ મામલે સુનાવણી આવતા વર્ષે મેમાં નક્કી છે. હાઈકોર્ટે બુધવારે યુબીએસની અરજીના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યાં યુબીએસે પોતાના નિવેદનમાં કહ્યું કે યુબીએસ નિર્ણયથી ખુશ છે. કાર્યવાહી ચાલી રહી છે એવામાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
બે દિવસની સુનાવણી બાદ જજ ચીફ માસ્ટર માર્શે પોતાના ચુકાદામાં કહ્યું કે અહીં એવો કોઈ આધાર નથી. જેના કારણે અરજીકર્તાને પોતાના બચાવની તક આપવામાં આવશે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY