બનાસકાંઠામાં ઉલટીગંગાઃ શુભેચ્છકોએ સાંસદને પૈસા આપીને પાઠવી શુભેચ્છા

0
12

ડીસા,તા.૨૫
બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા શુભેચ્છા કાર્યક્રમમાં ઉલટીગંગા જેવો ઘાટ જાવા મળ્યો હતો. શુભેચ્છા કાર્યક્રમ પહોંચેલા સાંસદને લોકોએ પૈસા આપીને શુભેચ્છા પાઠવી હતી. સામાન્ય રીતે કોઇ નેતા લોકોને પૈસા આપીને શુભેચ્છા પાઠવતા હોય છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં પાટણના સાંસદ લીલાધર વાઘેલાનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા. તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આજે રવિવારે પાટણના સાંસદ લીલાધર વાઘેલા લોકો વચ્ચે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં શુભેચ્છકોએ સાંસદ લીલાધર વાઘેલાને પૈસા આપીને શુભેચ્છા પાઠવી હતી. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. લીલાધર વાઘેલાના કાર્યક્રમને લઇને રાજકીય ગરમાવો થયો છે. લીલાધર વાઘેલા ડીસાથી ચાર વખત ધારાસભ્ય રહી ચુક્વ્યા છે. આ અગાઉ તેઓ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચુકવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY