ટ્રક પાછળ ટેન્કર ધડાકાભેર અથડાતા ચાલક ત્રણ કલાક ફસાયો

0
37

બનાસકાંઠા,તા.૨૨
ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠાના અમીરગઢ આરટીઓ ચેક પોસ્ટ પાસે ગુરુવારે વહેલી સવારે ટેન્કર અને ટ્રકની પાછળ અથડાયું હતું. ટ્રક પાછળ ટેન્કર ઘુસી જતાં ટેન્કર ચાલક ત્રણ કલાક અંદર ફસાયો હતો. આ ઘટનામાં ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. એક બીજામાં ફસાયેલા ટ્રક અને ટેન્કરને છૂટા પાડવા માટે જીસીબીની મદદ લેવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેન્કર રાજસ્થાનથી જામનગર જઇ રહ્યું હતું. ઘટના અંગે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
પાલનપુર પાસે આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પાસે ગુરુવારે વહેલી સવારે ટ્રકની પાછળ ટેન્કર થડાકા ભેર ઘૂસી ગયું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રક પાછળ ટેન્કર જતાં ટેન્કર ચાલક ત્રણ કલાક સુધી અનદર ફસાયેલો હતો. સ્થાનિક લોકો અને જેસીબીની મદદથી ભારે જહેમતબાદ બહાર કઢાયો હતો. ઇજાગ્રસ્ત ટેન્કર ચાલેકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે અમીરગઢ પોલીસે સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY