ગ્વાટેમાલા,તા.૨૨
ગ્વાટેમાલાની એક કોર્ટે બુધવારે એક પૂર્વ સૈનિકને ગૃહ યુદ્ધ દરમિયાન ૨૦૧ ખેડૂતોને નરસંહારના મામલામાં ૫,૧૬૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ નરસંહાર આ મધ્ય અમેરિકન દેશના ગૃહ યુદ્ધની સૌથી ભયાનક ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે.
કોર્ટે સાંતોસ લોપેઝ નામના પૂર્વ સૈનિકને તે નરસંહારમાં ૧૭૧ લોકોની હત્યાનો દોષી ટેરવ્યો અને પ્રત્યારે માટે ૩૦-૩૦ વર્ષ એટલે કે ૫,૧૩૦ વર્ષની સજા સંભળાવી. એક બાળકની હત્યાના મામલામાં તેને ૩૦ વર્ષની વધુ સજા મળી.
તમને જણાવી દઇએ કે, આ સજા સાંકેતિક છે કારણ કે ગ્વાટેમાલામાં જેલની સજાની અધિક્તમ અવધિ ૫૦ વર્ષ છે. લોપેઝ કૈબિલ નામના અમેરિકા દ્વાર પ્રશિક્ષિત જવાબી કાર્યવાહી બળનો સભ્ય હતો. તેની અમેરિકામાં ધરપકડ કરવામા આવી હતી અને ૨૦૧૬માં તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
તપાસ અનુસાર, લોપેઝ તે દળનો સભ્ય હતો, જેણે ડિસેમ્બર ૧૯૮૨માં મેકિસકોની સીમાથી લાગેલા ગ્વાટેમાલાના દોસ એરેસ ક્ષેત્રમાં નરસંહાર કર્યુ હતું. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ૧૯૯૬ સુધીચાલેલા ગ્વાટેમાલાના ગૃહ યુદ્ધ દરમિયાન લગભગ ૨ લાખ લોકો માર્યા ગયા હતાં અથવા લાપતા થયા હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






