ભરૂચ ની ઘટના ને પગલે રાજપીપલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી,એકજ દિવસે 20 ઢોરો પાંજરે પૂર્યા,ઢોર દીઠ 500 રૂપિયા દંડ લેવા કડક સૂચના  

0
30

રાજપીપલા: રાજપીપલા માં વારંવાર આખલાનો આતંક થવાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે પાલિકા દ્વારા છાસવારે ઢોરો ને પકડી ડબ્બે પૂરવાની કામગીરી કરાતી હતી પરંતુ ઢોર ડબ્બે થી ઢોરોને દંડ ભરી છોડાવ્યા બાદ ફરી આ ઢોર માર્ગો પર રખડતા જોવા મળતા હતા ત્યારે એમ લાગે છે કે ઢોર ના બદલે ઢોરના માલિકો ને સુધરવાની જરૂર છે ,જોકે છાશવારે આમ રોડ પર છુટા મુકાયેલા જાનવરો થી શહેરમાં ગંદકી ની સાથે સાથે લોકો ને અડફેટમાં લેવાનો ખતરો પણ છે છતાં આ પરિસ્થિતિ નો હજુ કોઈ નક્કર ઉકેલ ન મળતા આખરે આ બાબતે પાલિકા પ્રમુખે લાલ આંખ કરી દંડ વધારવા સૂચના આપી હતી

દંડની રકમ વધારવા કર્મચારીઓને સૂચના આપી છે – અલ્કેશસિંહ ગોહિલ ( પાલિકા પ્રમુખ )

રાજપીપલા નગરપાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલે જણાવ્યું કે અત્યાર સુધી અમે પાંજરે પૂરેલા ઢોરોને છોડવા મામૂલી રકમ લઈ માલિકોને સૂચના આપતા હતા છતાં માલિકો ને કોઈ અસર થતી ન હતી જેથી ફરી ઢોરો છુટ્ટા મૂકી દેતા હોય ત્યારે હાલમાં ભરૂચમાં આખલાએ વિદ્યાર્થીનો ભોગ લીધો અને એક મહિલા ને ગંભીર ઘાયલ કરતા આવી ઘટના રાજપીપલામાં ન થાય તેના ભાગરૂપે હવે અમે દંડ ની રકમ વધુ વસુલ કરવા ટીમ ને સૂચના આપી છે જેથી હવે ઢોર દીઠ 500 રૂપિયા વસુલ કરાશે તોજ સ્તિથી નિયંત્રણ માં આવશે.

એકજ દિવસ માં 20 થી વધુ ઢોર પાંજરે પુરાયા જેમાં એક આખલો છે

રાજપીપલા નગરપાલિકાના સુપરવાઈઝર જગદીશ વસાવા એ જણાવ્યું હતું કે આજે સવારથી અમારી ટીમો રાજપીપલા ના અલગ અલગ વિસ્તારો માં મોકલી હતી જેમાં આજે સાંજ સુધી 20 જેવા રસ્તે રખડતા ઢોરો ને પકડી ઢોર ડબ્બે પૂર્યા છે, જેમાં એક આખલાનો સમાવેશ થાય છે બાકીના ને બીજે દિવસે પકડવા સર્ચ ઓપરેશન કરાશે ત્યારબાદ દંડ વસુલ કરી માલિકોને કડક સૂચના અપાશે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY