ભરૂચ જીલ્લાના સાયબર કોપને સાયબરની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે એવોર્ડ એનાયત કરાયો

0
272

ભરૂચ:
ગુજરાત પોલીસ નિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફ થી ગુજરાત રાજયમાં સાયબર ક્રાઇમ ડિટેક્શન/પ્રિવેન્શન/અવરનેસની પરીણામ લક્ષી તપાસને પ્રોત્સાહન આપવાના હેતુથી દર માસે રાજયના ત્રણ પોલીસ અધિકારી/ કર્મચારીને “ Cyber Cop of the Month Award “ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ. આ સંદર્ભમાં ગુજરાત રાજયભરના જિલ્લાઓ અને શાખાઓની સાયબર ક્રાઇમ ને લગતી કામગીરી ચકાસતા સ્ટેટ એમ્પાવર્ડ કમિટી દ્વારા ભરૂચ સાયબર ક્રાઇમ શાખાના ગુનાઓ ની પરીણામલક્ષી કામગીરી કરવા બદલ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ તેમજ એલ.સી.બી પી.આઈ એ.સી. તરડે અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યરત સાયબર ક્રાઇમ સેલના પો.કો.મલ્કેશ રામસીંગ ગોહિલ રાજયમાં સાયબર ક્રાઇમનાં ગુનાની પરીણામલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરી પ્રથમ સ્થાને રહેલ જે ધ્યાને રાખી પોલીસ નિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી,ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ શાખામા ફરજ બજાવતા પો.કો. મલ્કેશ રામસીંગ ગોહિલ નાઓને રાજયનો સૌથી પહેલો “ Cyber Cop of the Month Award “ તા.૩૧/૦૧/૨૦૧૮ ના રોજ ગાંધીનગર ખાતે પ્રમોદ કુમાર પોલીસ નિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી એનાયત થયેલ જે અંગે પો.કો મલ્કેશ રામસીંગ ગોહિલની શ્રેષ્ઠ કામગીરીને ભરૂચના એસ.પી સંદીપસીંગ, સુનીલ તરડે પોલીસ ઇન્સ. એલ.સી.બી તથા એ.એસ. ચૌહાણ પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓએ બીરદાવી તેઓને અભિનંદન આપેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY