રાજપીપલા સિવિલ ની ઓ.પી.ડી .ને લટકતા તાળા થી બીમાર દર્દીઓ હેરાન !

0
332

તબીબો ના અભાવે દર્દીઓ પરેશાન થઈ આખરે ખાનગી દવાખાનાઓ માં જવા મજબુર થયા છે નર્મદા ના રાજકીય નેતાઓ કે આગેવાનો તબીબો લાવવામાં તદ્દન પાંગળા

રાજપીપલા: રાજપીપલા સિવિલ હોસ્પિટલ ના રેઢિયાળ વહીવટ થી કેટલાય ગરીબ દર્દીઓ ને તકલીફ ભોગવવી પે છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ આ બાબતે પાંગળા પુરવાર થઈ રહ્યા છે

રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં રોજના લગભગ 200 થી વધુ દર્દીઓ ઓ .પી.ડી. માં સારવાર અર્થે આવે છે પરંતુ તબીબોના અભાવે વર્ષો થી તકલીફ છે જેમાં આ હોસ્પિટલ માટે કુલ 7 મેડિકલ ઓફિસર ની જગ્યાએ હાલ લાંબા સમય થી માર 4 થકી ગાડું ગબડે છે અને તેમાં પણ કોઈ તબીબ બીમાર કે રજા પર હોય કે નાઈટ ઓફ પર હોય ત્યારે મોટી તકલીફ છે

હાલ એક તબીબ ટ્રેનિંગ માં છે અને એક બીમાર હોય માત્ર 2 તબીબ છે અને એક ડેપ્યુટેશન પર મળી માત્ર 3 તબીબ માંથી એક નાઈટ ઑફ અને એક કોર્ટ કે અન્ય કામમાં હોય ત્યારે આજે મંગળવારે એવી હાલત જોવા મળી કે ઓ .પી.ડી.ને તાળા મારવાનો વારો આવ્યો અને એક માત્ર તબીબ હોવાથી તેમને ઇમર્જન્સી માં બેસાડવા ની ફરજ પડતા કેટલાયે દર્દીઓ અટવાયા હતા

રાજ્ય સરકાર મોટી મોટી જાહેરાતો કરી ઠેર ઠેર સરકારી હોસ્પિટલો કે આરોગ્ય ની સેવા બાબતે ની ડંફાસો મારે છે ત્યારે નર્મદા જિલ્લા ની આ વડી હોસ્પિટલ માંજ અંધેર નગરી ગંડુ રાજા જેવો ઘાટ છે જોકે આ જિલ્લા ના રાજકીય આગેવાનો પણ આ બાબતે ખાસ ધ્યાન ન અપાતા હોવાથી તેમની રાજકીય કામગીરી પણ પાંગળી પુરવાર થઈ રહી છે પછી તેમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ નેતા નું આરોગ્ય બાબતે કઈ ઉપજતું હોય એમ નથી લાગતું

આર.એમ.ઓ.ર્ડો.હરેશ કોઠારી એ જણાવ્યું કે લાંબા સમય થી મેડિકલ ઓફિસરો ની ઘટ છે અને હાલ એક બીમાર અને એક ટ્રેનિંગ માં જતા તકલીફ ઉભી થઈ છે આજે એક ડોક્ટર ડેપ્યુટેશન પર આવ્યા છે તેમને ઇમર્જન્સી માં બેસાડ્યા હોય ઓ પી ડી બંધ રાખી  બધા દર્દીઓ ને ઇમર્જન્સી માં મોકલવા પડે છે રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY