લખનૌ,તા.૨૪
પોલીસ લોકઅપમાં ૩૨ વર્ષના યુવાનના થયેલા મોતના મામલામાં આગ્રાના એક આખા પોલીસ મથક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગ્રાના સિકંદરા પોલીસ મથકના તમામ સ્ટાફ સામે હત્યાનો કેસ રજિસ્ટર કરાયો છે.આ મામલામાં એક ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા છે.
રીનુ લતા ગુપ્તા નામની મહિલાએ આરોપ મુક્્યો છે કે મારા ૩૨ વ્રષના પુત્ર હેમંત ગુપ્તાને પોલીસ બુધવારે પોલીસ મથકે લઈ ગઈ હતી.હેમંત ઉર્ફે રાજુ પર પાડોશીના ઘરમાંથી સાત લાખની જ્વેલરી ચોરવાનો આરોપ હતો.મારો પુત્ર માનસિક રીતે નબળો હતો અને જેમના ઘરે ચોરી થઈ છે તેની દુકાનમાં કામ કરતો હતો.
રીનુ લતાએ કહ્યું હતુ કે લોકઅપમાં મારી નજર સામે મારા પુત્રને લાકડીઓથી ફટકારવામાં આવ્યો હતો અને હું કરગરતી રહી હતી.રીનૂના પતિના મોત બાદ માતા અને પુત્ર ભાડાના મકાનમાં રહેતા હતા.પોલીસે મને મારા પુત્રને માર ખાતો જાવા માટે મજબૂર કરી હતી.પોલીસે મને થોડા કલાકો બાદ ઘરે મોકલી દીધી હતી અને મારા પુત્રને લોકઅપમાં જ રાખ્યો હતો.રાતે ૯ વાગ્યે મને કહેવામાં આવ્યુ હતુ કે હેમંતનુ મોત થયુ છે. ઉલ્લેખનીય છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ બહાર આવ્યુ છે કે રાજુની મોત હાર્ટ એટેકથી અને શરીર પર થયેલી ઈજાઓના કારણે થયુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






