દિલ્હીમાં નર્સરીમાં ભણતી બાળકીનું યૌનશોષણ થતાં ખળભળાટ મચ્યો

0
8

ન્યુ દિલ્હી,તા.૬
દેશની રાજધાની દિલ્હીના મુખજી નગર પાસે આવેલા એક સ્કૂલમાં સાઢા ત્રણ વર્ષની બાળકી સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ધ્વારા છેડછાડ મામલામાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. ત્રણ વર્ષની બાળકીના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર આ બાળકી સ્કુલમાં નર્સરીની વિધાર્થી છે. બાળકીને થોડા સમય પહેલા ચહેરા પર લાલ નિશાન લાગ્યું હતું.
પરિવાર ધ્વારા સ્કૂલ પ્રશાશનને તેની જાણકારી આપવામાં આવી ત્યારે આખો મામલો ઇજાનો છે તેવું કહીને શાંત થઇ ગયો. બુધવારે પણ બાળકીના ચહેરા પર લાલ નિશાન જાઈને પરિવાર ધ્વારા ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને તેની જાણકારી આપવામાં આવી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે બાળકીને ત્વચાની બીમારી છે. હાલમાં પોલીસ ધ્વારા એફઆઈઆર નોંધી લેવામાં આવી છે પોલીસ સ્કુલમાં લાગેલા સીસીટીવી ફૂટેઝ તપાસી રહી છે. તેની સાથે સાથે બાળકીનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY