ન્યુ દિલ્હી,તા.૨૪
સૌ પ્રથમ જ જણાવી દઈએ કે મોદીએ દરેકના ખાતમાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો તેની આ વાત નથી. એટલે ખોટા ભ્રમમાં રહેતા નહીં. સરકારની મહિલાઓ માટેની એક યોજનામાં સરકારે પૈસા ચૂકવ્યા છે.
સરકારે વડાપ્રધાન માતૃ વંદના યોજના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા માતાઓને ૧૬૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. સીડીએફઆઈએ આ માહિતિ આપી છે. તેણે જણાવ્યુ છે કે ૪૮.૫ લાખ મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ૧૬૦૦ કરોડ રૂપિયાને ટ્રાન્સફર કર્યા છે. સીડીએફઆઈના જણાવ્યા અનુસાર સરકારે ૪૮.૫ લાખ મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત ૧૬,૦૪,૬૬,૬૩,૦૦૦ રૂપિયા નાખ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૧૭થી આ યોજના લાગુ કરવામાં આવી છે. છે.આ યોજના અંતર્ગત સરકાર પ્રથમ બાળકના જન્મ માટે ગર્ભવતિ મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ૫૦૦૦ રૂપિયાની નાણાકિય મદદ આપી રહી છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે નાણાકિય મદદ કરે છે.
ગર્ભવતી મહિલાઓને આ નાણાકિય મદદ સ્ટેપમાં ચુકવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં નામ નોંધણી કરાવતા પ્રથમ ૧૦૦૦ રૂપિયા મદદ આપવામાં આવે છે. પ્રથમ ગર્ભાવસ્થાના છ મહિના પછી મહિલાઓને ૨૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. બાકીની રકમ મહિલાને ડિલિવરી બાદ ચુકવવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






