રશિયાએ યુક્રેનના નૌકાળના ત્રણ જહાજા પર હુમલો કરી કબ્જામાં લીધા

0
73

રશિયાને તેના વિસ્તારમાં વોરશિપ જવાની જાણકારી પહેલેથી જ આપી દીધી હતીઃ યુક્રેન
માસ્કો,તા.૨૬
રશિયાએ સોમવારે યુક્રેનના નૌકાદળના ત્રણ જહાજા પર હુમલો કરીને પોતાના કબ્જામાં લઇ લીધા છે. આ સાથે બંને દેશોની વચ્ચે તણાવ પેદા થઇ ગયો છે. રશિયાનો આરોપ છે કે, યુક્રેનના નૌકાદળે ક્રિમિયન પેન્નિનસુલા સ્થિત તેની જળ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવવાની કોશિશ કરી હતી. એવામાં તેણે નૌકાદળને અટકાવવા માટે હથિયારોનો ઉપયોગ કરવો પડ્યો. યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે આ મામલે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર,રશિયાએ યુક્રેનના બે જહાજ અને એક ટગબોટને કબ્જામાં લેવા માટે બળ પ્રયોગ કર્યો. તેમાં અનેક યુક્રેન નેવી સૈનિકો ઘાયલ થયા. આ ઘટના બાદ યુક્રેનમાં માર્શલ લા લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
યુક્રેન નૌકાદળનું કહેવું છે કે, ઘટના રવિવારે એ સમયે થઇ જ્યારે બે નાના વારશિપ અને એક ટગબોટ કર્ચની ખાડીથી પસાર થઇ રહ્યા હતા. રશિયા અને યુક્રેનની વચ્ચે અજાબ સમુદ્રમાં આ જ એકમાત્ર સમુદ્રનો રસ્તો છે. અહીં રશિયન નૌકાદળે કોઇ ચેતવણી વગર ખુલ્લેઆમ આક્રમક વલણ અપનાવ્યું અને પોતાના જહાજથી ટગબોટને પરાસ્ત કર્યુ.
ત્યારબાદ બંને વારશિપ પર હુમલો કરીને તેને પોતાના કબ્જામાં લઇ લીધું.
રશિયાએ વિસ્તારમાં બે ફાઇટર જેટ અને બે હેલિકોપ્ટર પણ ગોઠવી દીધા છે. હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને તરફથી આવ-જા બંધ છે. રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી એફએસબીએ માન્યું કે, આ ઘટનામાં બળ પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ હુમલામાં માત્ર ત્રણ યુક્રેન નેવી ઓફિસર ઘાયલ થવાની વાત કહી.
પોતાની કાર્યવાહીનો બચાવ કરતા એફએસબીએ કહ્યું કે, તેઓની પાસે આ વાતની સાબિતી છે કે, બ્લેક સીમાં આ તણાવ માટે યુક્રેન જ જવાબદાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY