લોસ એન્જલસ,તા.૮
હોલિવૂડની સૌથી વધુ રાહ જાવાતી ફિલ્મ એવેન્જર્સ ૪ નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૦૧૯ની સૌથી વધુ રાહ જાવાતી ફિલ્મોમાંની એક છે. ટ્રેલર સાથે ફિલ્મનું ટાઇટલ પણ જાહેર કરવામાં આવ્યું છે. એવેન્જર્સના નામની ચોથી મૂવી એવેન્જર્સ એન્ડ ગેમ છે. જા કે, ફિલ્મના ટ્રેલરને તેની રિલીઝ ડેટ વિશે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જા સમાચારોનું માનવામાં આવે છે, તો ફિલ્મ એપ્રિલ અથવા મેમાં રજૂ થશે.
આ ફિલ્મમાં તમે જાઈ શકો છો કે ટોની સ્ટાર્ક ઉર્ફે આયર્ન મૅન (રોબર્ટ ડાઉની જુનિયર) અવકાશમાં ફસાયેલા છે. ત્યા તેની ગર્લફ્રેન્ડ પેપર પોટ્સ (ગ્વિનથ પેલ્ટ્રો) ને મેસેજીસ મોકલી રહી છે. આ નતાશા રોમનાફ ઉર્ફે બ્રેડ વિડો (સ્કારલેટ જાહાન્સન) કહી રહી છે કે થેનોસે એ કર્યુ જે તેમણે કહ્યું હતુ. એક ચુટકીમાં, તેમણે અડધા વિશ્વના સાફ કર્યું. આ બાદ થોર (ક્રિસ હેમ્સવર્થ) કહે છે કે અમે હારી ગયા. તે જ સમયે, સ્ટીવ રોજર્સ ઉર્ફે કેપ્ટન અમેરિકા (ક્રિસ ઇવાન્સ) કહે છે કે હવે જે લડાઈ હશે એ અંતિમ લડાઈ હશે.
હવે એવેન્જર્સ ૪માં બાકીના સુપરહીરો ફરીથી એકવાર થોનોસનો બદલો લેશે. ફિલ્મનુમ ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. મૂવી ટ્રેઇલર ખૂબ દમદાર છે. એવેન્જર્સની તમામ શ્રેણીઓ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી છે. માર્કલ સ્ટુડિયોની એવેન્જર્સ ફિલ્મો માત્ર હોલિવૂડમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં કેટલીક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




