જમીન સંપાદનમાં અપૂરતા વળતરને લઇ હાઇકોર્ટે ખેડૂતોને આપી મોટી રાહત

0
313

અમદાવાદ,તા.૨૬
જમીન સંપાદનમાં ખેડૂતોને અપૂરતા વળતર મામલે હાઈકોર્ટે મોટી રાહત આપી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યના એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપતા હાઈકોર્ટે જમીન સંપાદન અધિકારીએ કરેલા હુકમને રદ કરી નાખ્યો છે.
હાઈકોર્ટે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે માટે જમીન સંપાદનને લઈને અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત થયેલ જમીન મુદ્દે મોટી રાહત આપી છે. સાથે જ આદેશ પણ આપ્યો છે કે, જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી ન થઈ શકે. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે.
તો અધિકારીઓ વળતરના કેસમાં તમામ બાબતોને ધ્યાનમાં રાખી નિર્ણય લે. સાથે જ જમીન સંપાદનના કાયદાની જાગવાઈનું પણ પાલન કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY