મુંબઈ,તા.૨૮
મેઘના ગુલઝારની રાઝી અને તાજેતરમાં રજૂ થયેલી મનમર્ઝિયાંનો અભિનેતા વીકી કૌશલ ટીવી સ્ટાર હરલીન સેઠી સાથે ડેટિંગ કરી રહ્યો હોવાનો ખુદ વીકીએ અણસાર આપ્યો હતો.
અભિનેત્રી નેહા ધૂપિયાના ટીવી ટાક શોમાં હાજર રહેલા વીકીએ આ વાતનો અણસાર આપ્યો હતો. હરલીન હાલ એકતા કપૂરના અલ્ટબાલાજીના નવા શો બ્રોકન બટ બ્યૂટીફૂલમાં વિક્રાન્ત મેસી સાથે ચમકી રહી છે. નેહાએ એને એકાદ ગીત રજૂ કરવાનું કહેતાં વીકીએ દિલજિત દોસાંઝનું રોમાન્ટિક ગીત ડુ યુ નો ફોર હર… ગાયું હતું. એને નેહાએ નો ફિલ્ટર નેહા શોમાં એવો સવાલ કર્યો હતો કે તું હાલ સિંગલ છે કે કોઇની સાથે અફેરમાં છે ?
આટલેથી નહીં અટકતાં નેહાએ એને યાદ કરાવ્યું હતું કે એક ખાસ યુવતી સાથે ઘરોબો સ્થાપવા તું આપણા કોમન ફ્રેન્ડ અમૃતની પાર્ટીમાં બની ઠનીને આવ્યો હતો. પરંતુ ત્યાં એકને બદલે બીજી યુવતી તરફ આકર્ષાયો હતો અને એની સાથે ડેટિંગ કરવા લાગ્યો હતો. ત્યારે વીકીએ પણ હરલીનનું નામ પાડયા વિના નેહાએ આપેલી માહિતીને સમર્થન આપ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






