મુંબઈ,તા.૨૮
મોખરાના અભિનેતા અક્ષય કુમારે કહ્યું હતું કે બોલિવૂડમાં પાંચ મોખરાના અભિનેતા અહંક્લેશ વિના એક ફિલ્મમાં સાથે કામ કરી શકે એ બહુ મુશ્કેલ અને વિરલ ઘટના ગણાય.
‘ભારતના મંગળ અભિયાન વિશેની મારી ફિલ્મ મિશન મંગલ માટે અમે ચાર પાંચ અભિનેત્રીને સાઇન કરી છે. એ બધીય એકમેકની સાથે કામ કરશે. પરંતુ એક સાથે પાંચ મોખરાના હીરોને આ રીતે પરસ્પર મનમેળથી કામ કરતાં કલ્પી શકાય નહીં.’
આ ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નું, સોનાક્ષી સિંહા, નિત્યા મેનન અને કીર્તિ કુલ્હારીને સાઇન કરવામાં આવી છે અને પાંચે અભિનેત્રી અક્ષય કુમાર સાથે આ અવકાશયાત્રા વિષયની ફિલ્મ કરવાની તક મળવા બદલ ખુશ છે. અક્ષય કુમાર ઉપરાંત આ ફિલ્મમાં શરમન જાશી પણ ચમકી રહ્યો છે.ઔઅક્ષયે કહ્યું કે તમે સાચું માનજા, આ ફિલ્મના સાચા હીરો આ બધી
અભિનેત્રી છે. હું તો તેમની પાછળ છું. અમે એવો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કે મહિલા વિજ્ઞાનીઓ ભારતના મંગળ અભિયાને સફળ બનાવે છે. સ્ક્રીપ્ટ જ એ રીતે તૈયાર કરાવાઇ છે. હું આ ફિલ્મનો પ્રોડયુસર છું. આ પાંચે આમ જુઓ તો મોખરાની અભિનેત્રીઓ છે. દરેકનું પોતાનું સ્ટેટસ છે પરંતુ પાંચે એકબીજાની સાથે કામ કરવા ઉમળકાભેર તૈયાર થઇ ગઇ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





