ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો અને ફરાર આરોપીઓ ને પકડી પાડવા માટે પેરોલ ફ્લો સ્કોડના પોલીસકર્મીઓ તપાસ અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક આરોપી યુસુફ ઉર્ફે ભડીયો દાઉદ બોબાત,રહે માંગરોલ, જિલ્લો સુરતનાઓ ભરૂચ તાલુકા પોલીસ મથકના નોંધાએલા ગુન્હા રજીસ્ટર નંબર ફસ્ટ ૫૩/૯૯ આઈ.પી.સી કલમ ૪૦૬,૪૧૧, ૧૧૪ મુજબના ગુનામાં નાસતો ફરતો હોઈની બાતમીના આધારે તારીખ ૧૨/૩/૧૮ ના રોજ ઝડપી પાડી સી.આર.પી.સી એકટ ૪૨(૧) ડી મુજબ અટક કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે.
પેરોલ ફ્લો સ્કોડની કામગીરી થી નાસતા ફરતાં આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
રિપોર્ટર.પ્રકાશ મેકવાન
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







