અમિત શાહનાં હસ્તે સોમનાથના દરિયા કાંઠે ૪૫ કરોડના ખર્ચે વોક-વેનું ભુમિપૂજન

0
15

સોમનાથ,તા.૬
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે સાંજે રાજસ્થાનના પ્રચાર પડઘમ શાંત થાય એ પૂર્વે અજમેરમાં રોડ શો પૂરો કરી સીધા જ ગુજરાત આવી પહોંચ્યા હતા. રાજ્યોની ચૂંટણીના પ્રચાર કાર્યને સંપન્ન કરી દર વખતે ભાજપ અધ્યક્ષ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે એ જ પરંપરા મુજબ અમિત શાહ પોતાના પરિવાર સાથે બુધવારે સાંજે કેશોદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ જમીન માર્ગે સોમનાથ મંદિર પહોંચી સોમનાથ ભગવાનના દર્શન કરી પૂજન અર્ચન કર્યા હતા.
અમિત શાહ પોતાના પત્ની, પુત્ર-પુત્રવધૂ તેમજ પોતાની પૌત્રી સાથે સોમનાથ મહાદેવના આશિર્વાદ લેવા આવ્યા છે. ગુરુવારે સવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના સ્વહસ્તે ભારત સરકારના પ્રવાસન વિભાગની પ્રસાદ યોજના હેઠળ સોમનાથ જ્યોતિ‹લગ ખાતે રૂ.૪૫ કરોડના ખર્ચે દરિયા કિનારે તૈયાર થનારા વોક-વેનું ભૂમિપૂજન કર્યું. ઉલ્લેખનીય છે કે દરિયા કિનારે બનનારો આ વોક-વે ૧૫૦૦ મીટર લાંબો અને સાત મીટર પહોળો હશે.
આ અવસર પર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, રાજેશભાઇ ચુડાસમા, ચુનિભાઇ ગોહેલ, ઝવેરીભાઇ ઠકરાર, રાજશીભાઇ જાટવા, કિશોરભાઇ કુહાડા, જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, દિનુભાઇ સોલંકી, ડોલરભાઇ કોટેચા, શિવાભાઇ સોલંકી, રાજુભાઇ ધ્રુવ સહીત સ્થાનીક આગેવાનો પણ અમિત શાહ સાથે જાડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY