ભરૂચ ખાતે ભાજપ પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ ની ઉપસ્થિતિમાં ત્રણ લોકસભાની સમીક્ષા બેઠક યોજાઈ.

0
232

ભરૂચ ખાતે આગામી લોકસભા ચૂંટણી ની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રેદશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિ માં ત્રણ લોકસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આગામી 2019 લોકસભાની તૈયારી ના ભાગરૂપે ભાજપ દ્વારા વિવિધ બેઠકોની સમીક્ષા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.ભરૂચ ખાતે ત્રણ લોકસભા બેઠકો જેમાં ભરૂચ,છોટાઉદેપુર અને બારડોલી ની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ,પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,ભીખુ દલસાણીયા,શબ્દશરણ ભ્રમભટ્ટ, ભાર્ગવ ભટ્ટ,ભરતસિંહ પરમાર, યોગેશ પટેલએ ઉપસ્થિત રહી અગ્રણીઓ સાથે ત્રણેય બેઠકો ની સ્થિતિ અંગે માહિતી મેળવી ૨૦૧૯માં થનાર લોકસભાની ચૂંટણીઓમાં વિજયી બનવા માટે ની ચર્ચા વિચારણા કરી ગુજરાત ની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ ખાતે મળેલ ભાજપ ની સમીક્ષા બેઠક માં ભરૂચ, છોટાઉદેપુર,બારડોલી બેઠકના સંગઠનના હોદ્દેદારો,સંસદ સભ્યો,ધારાસભ્યો સહીત પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY