સુરત,તા.૬
દેશમાં હીરાની રાજધાની ગણાતું સુરત શહેર વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા ૧૦ શહેરોમાં સ્થાન પામ્યું છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સનાં જણાવ્યા અનુસાર, આગામી બે દાયકામાં સુરતમાં સૌથી વધુ આર્થિક વિકાસ થશે. આ વિકાસ સરેરાશ નવ ટકા જેટલો રહેશે. સુરત પછી ઉત્તરપ્રદેશનું આગ્રા આ કેસમા બીજા નંબરે આવે છે. ૨૦૩૫ સુંધીનાં વિશ્વનાં ૧૦ સૌથી વધુ ઝડપથી વિકસતા શહેર ભારતનાં જ હશે.
સુરત અને આગ્રા પછી સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં બેંગલુરુનો સમાવેશ થાય છે. આ લીસ્ટમાં હૈદરાબાદ, નાગપુર, ત્રિપુર, રાજકોટ અને તિરુચિલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે. વિશ્વનાં અન્ય મોટા શહેરોની સરખામણીમાં આ શહેરોમાં આર્થિક ઉપાર્જન ઓછુ રહેશે. પણ અશિયાનાં દેશનાં આ ઝડપથી વિકસી રહેલા શહેરોનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધશે.
વિશ્વનાં સૌથી મોટા શહેરોમાં ન્યૂ યોર્ક, ટોક્ટો અને લંડન તેમનું મહત્વનું સ્થાન જાળવી રાખશે. ચીનમાં આવેલા ગોંગઝૂ અને શેનઝેન શહેર વિશ્વનાં ટોપ ૧૦ શહેરમાં સમાવેશ પામશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વની મહત્વની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સંશોધનોમાં રાજકોટ અને સુરતને વિશ્વનાં સૌથી ઝડપી વિકસી રહેલા શહેરોમાં સ્થાન પામે છે. જા કે, ઝડપી વિકાસતા શહેરો સામે ઘણી મોટી સમસ્યાઓ અને પડકારો પણ છે. ખાસ કરીને, માળખાકીય સુવિધાઓ ઉભી કરવી અગત્યની બની રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




