એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ ૧ રૂપિયો ૧૧ પૈસાનો ખર્ચ થાય છે..!!

0
17

ન્યુ દિલ્હી,તા.૬
દેશમાં પાછલા દશકના સિક્કાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. હવે સિક્કાથી બહુ ઓછી વસ્તુઓ ખરીદી શકાય છે. ખાસ કરીને ઓછા મૂલ્યવાળા સિક્કાથી જાકે ઘણી વખત પરચૂરણની તંગી પણ સર્જાતી હોય છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ ૧.૧૧ રૂપિયાનો ખર્ચ થાય છે. આરટીઆઈ અંતર્ગત મળેલી જાણકારી મુજબ આ જાણકારી મળી છે. ભારતીય સરકારી ટંકશાળ મુંબઈ તરફથી જવાબ મળ્યો કે હાલના સમયમાં ૧૦, ૫, ૨ અને ૧ રૂપિયાના સિક્કા તૈયાર કરવામાં આવે છે.
હૈદરાબાદ ટંકશાળની જાણકારી મુજબ પ્રતિ એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ ૧ રૂપિયો ૧૧ પૈસાનો ખર્ચ આવે છે. જ્યારે ૨ રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ ૧ રૂપિયો ૨૮ પૈસા, ૫ રૂપિયાનો સિક્કા પાછળ ૩ રૂપિયા ૬૯ પૈસા જ્યારે ૧૦ રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ ૫ રૂપિયા ૫૪ પૈસા ખર્ચ આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY