નીતિશ કુમાર સામે ભાજપ ઘૂંટણિયા ટેકવ્યા હોવાનો આરોપ લગાવ્યો
પટના,તા.૬
આરએલએસપીના અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહે એનડીએ છોડવાનું એલાન કર્યુ નથી. પણ કુશવાહાએ મોતિહારી ખાતેના પાર્ટીના અધિવેશનમાં ભાજપ અને જેડીયુ પર ખૂબ ભડાશ કાઢી છે. કુશવાહાએ ભાજપ દ્વારા રામમંદિર નિર્માણના મુદ્દાનો વિરોધ કર્યો છે. નીતિશ કુમારની સામે ભાજપે ઘૂંટણિયા ટેકવ્યા હોવાનો પણ કુશવાહાએ આરોપ લગાવ્યો છે.
જા કે તેમણે એનડીએ છોડવાની ઘોષણા કરવાનું ટાળીને ભાજપની ટીકા કરતા સત્તાધારી ગઠબંધનથી દૂર રહેવાનો ઈશારો કર્યો છે. કુશવાહે કહ્યું છે કે તેઓ પ્રધાન રહેશે કે નહીં તે વડાપ્રધાન મોદી પર નિર્ભર છે. કુશવાહાએ ભાજપ પર નીતિશ કુમારના ચશ્માથી જાવાનો આરોપ લગાવ્યો અને બિહારમાં શિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાનું સ્તર કથળ્યું હોવાનું જણાવીને તેના માટે જેડીયુના અધ્યક્ષને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમણે ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી ટાણે જ મંદિર-મસ્જિદ જેવા મુદ્દાઓની વાત કરે છે. તેઓ આને ચૂંટણી એજન્ડા બનાવે છે. કુશવાહાએ કહ્યું છે કે તેઓ ભાજપની આ નીતિનો સંપૂર્ણપણે વિરોધ કરે છે. મંદિર-મસ્જિદ બનાવવા રાજકીય પક્ષોનું કામ નથી. માટે તેઓ આને ચૂંઠણી મુદ્દો બનાવવાનું છોડી દે. કુશવાહાએ ભાજપને બિહારમાં ભારતીય જુમલા પાર્ટી ગણાવી છે.
તેમણે કહ્યું છે કે બિહારમાં ભાજપના નેતાઓ સૌથી મોટા જુમલાબાજ છે અને તેમણે નીતિશ કુમારની સાથે મળીને એક સંગઠન તૈયાર કરી લીધુ છે. સીટ શેયરિંગ મામલે કુશવાહાએ કહ્યું છે કે જ્યારે તેઓ ભાજપના નેતાઓને દિલ્હી મળવા ગયા હતા. તો બિહારમાં તેમની પાર્ટીને તોડવાનું કામ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




