હું જ સૌથી મોટો સર્વેયર,મ.પ્રદેશમાં ભાજપ સત્તા પર આવશેઃ શિવરાજસિંહ ચૌહાન

0
21

એક્ઝિટ પોલમાં મ.પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતા મુખ્યમંત્રી લાલઘૂમ..!!
ભોપાલ,તા.૮
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલના તારણો કોંગ્રેસની તરફેણમાં હોવાનુ દેખાઈ રહ્યું છે અને ભાજપને ત્રણે રાજ્યોમાં સત્તા ગુમાવવી પડે તેવી આગાહી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપ જ સરકાર બનાવશે.હું જ સૌથી મોટો સર્વેયર છું.
શિવરાજસિંહે કહ્યું હતુ કે હું જનતાની નાડી બરાબર પારખી શકું છું.મેં મધ્યપ્રદેશમાં યાત્રા કરી છે અને લોકોને મળ્યો છું.રાજ્યમાં ભાજપ બહુમતિ સાથે સત્તા પર આવશે તેમાં કોઈ શંકા નથી.
ચૂંટણીના પરિણામો ૧૧ ડિસેમ્બરે આવવાના છે ત્યારે હિન્દી બેલ્ટના ત્રણે રાજ્યોમાં ભાજપની વિદાય થશે તેવા તારણો મોટાભાગના એક્ઝિટ પોલમાં સામે આવ્યા છે ત્યારે આ તારણોએ કોંગ્રેસની છાવણીમાં ઉત્સાહનો સંચાર કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY