નાસાની મોટી સફળતા, ક્ષુદ્રગ્રહ બેનૂ પર પાણીના સંકેત મળ્યા

0
4

ન્યૂયોર્ક,તા.૧૨
અમેરિકાની અતંરિક્ષ એજન્સી નાસાના યાને ક્ષુદ્રગ્રહ બેનૂ (BENNU) પર પાણી હોવાની ખોજ કરી છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં નાસાના ઓરિજન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રીટેશન, રિસોર્સ આઇડેન્ટીફિકેશન, સિકિયોરિટી રીગોલિથ એસ્કલોરર (OSIRIS REX)મિશનને ક્ષુદ્રગ્રહ બેનૂ પરથી નમૂના એકઠા કરવા માટે છોડવામાં આવ્યું હતું.
અતંરિક્ષ યાનના બે સ્પેક્ટ્રોમીટર, ઓરિજન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રીટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન, સિકિયોરિટી રીગોલિથ એસ્કલોરર અને ઇન્ફ્રારેટ સ્પેક્ટ્રોમીટર તથાOSIRIS REX થર્મલ એમિશન સ્પેક્ટ્રોમીટર દ્વારા મળેલ ડેટા મુજબ પાણીના અણુઓની હાજરી વિશે જણાવવામાં આવ્યું હતું, જેમાં ઓક્સીજન અને હાઇડ્રોજન પર પરમાણુ એક સાથે બંધાયેલ હોય છે, જેને હાઇડ્રોકિસલ કહેવામાં આવે છે.
હાઇડ્રોકિસલ સમૂહ ક્ષુદ્રગહ બેનૂ પર ભેજવાળી માટી ખડકોમાં હાજર છે, જેનો અર્થ થાય છે કે, કોઇ સમય દરમિયાન બેનૂના ખડકો સાથે પાણીનો સંપર્ક થયો હતો.
નાસાની માહિતી મુજબ બેનૂ પાણીના સ્ત્રોત તરીકે ઘણો નાનો ગ્રહ છે, પરંતુ આ શોધ પરથી જાણી શકાય છે કે, બેનૂની પેરેન્ટ બોડી પર પાણીની હાજરી હતી, જે એક મોટોક્ષુદ્રગ્રહ હતો. નાસા મુજબ ક્ષુદ્રગ્રહ બેનૂ પર પાણી શોષતા ખડકોની હાજરી એ વાતની ખાતરી આપે છે કે બેનૂ અમારા અભ્યાસ માટે શ્રેષ્ઠ નમૂનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY