કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૩
નાના શહેરોને હવાઈ માર્ગ સાથે જોડવા અને સસ્તા ભાડા પર સામાન્ય માણસને હવાઈ મુસાફરીની ભેટ આપનારી ‘ઉડાન’ યોજના હેઠળ ટૂંક સમયમાં લોકો વિદેશ યાત્રા પણ કરી શકશે. કેન્દ્ર સરકારે આ અંગેનો ડ્રાફટ તૈયાર કરી લીધો છે.
આ હેઠળ ટૂંક સમયમાં અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સસ્તી હવાઈ મુસાફરી કરાવવાની તૈયારીમાં છે. ડ્રાફટમાં કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય માર્ગોની પસંદગી રાજ્ય સરકારો કરશે. જે રાજ્ય ઉડાન હેઠળ ચિન્હિત માર્ગો પર હવાઈ યાત્રા માટે સંચાલન સંબંધી સંશાધન પૂરું પાડશે તેને આ યોજનાનો લાભ મળશે. ડ્રાફટ અનુસાર રાજ્ય માર્ગોની ઓળખ કરશે અને એરલાઈન્સ એ માર્ગો પરની મુસાફરોની અવર-જવરનું આકલન કરશે. આંતરરાષ્ટ્રીય હવાઈ સંપર્ક યોજના માર્ગની હવાઈ ટિકિટોના વેચાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બન્ને પોતાના પ્રસ્તાવ ઉડ્ડયન મંત્રાલયને સોંપશે.
ડ્રાફય ઉડ્ડયન મંત્રાલયની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે. વિદેશી માર્ગો પર ઉડાનના વિસ્તાર માટે સરકારે તમામ સંબંધિત પક્ષો સાથે ચાર સપ્ટેમ્બર સુધી સુચનો માગ્યા છે. સુચન મળ્યા બાદ નાગરિક વિમાનન મંત્રાલય તમામ સંબંધિત પક્ષો સાથે બેઠક કરશે જેથી શંકાઓનું સમાધાન કાઢી શકાય. આ માટે ઈન્ટરનેશનલ એર કનેક્ટિવીટી ફંડનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે જેના હેઠળ ભાડું ઓછી કરનારી એરલાઈન્સની મદદ લેવામાં આવશે. રાજ્ય સરકારોએ પણ તેમાં યોગદાન આપવું પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




