મોરા ભાગળ પાસે પીસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી

0
45

કાર ઉપરાંત ત્રણ સ્થળેથી પોલીસે દારૂનો જથ્થો શોધી કાઢયો
સુરત, તા. ૧૨
કારમાં દારૂની ખેપ મારતા ખેપિયાની કારનો પીસીબી પોલીસે પીછો કરી એકની ધરપકડ કરી કાર સહિત ત્રણ સ્થળેથી પોલીસે રૂપિયા ૨.૫૧ લાખનો દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા ૭.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે આ તપાસમાં મોરા ગામ મંદિર મહોલ્લાના એક ઘરમાંથી બે બાથરૂમમાં છૂપાવેલો દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે મોરા-કવાસ ક્રિભકો પુલ પાસે કાર નં. જીજે-૦૫-સીએ-૭૯૭૭ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર લઈને તપોવન સોસાયટી તરફ ભાગી જ્યાં કાર મૂકીને ભાગવા જતા કાર ચાલક કિરીટ ઉર્ફે વિનુ હરિલાલ બારૈયાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દિનેશ નામનો વ્યકિત ભાગી ગયો હતો. પોલીસે પકડાવેલા વ્યકિતની પૂછપરછ કરતા કારમાંથી તપોવન સોસાયટીના મકાન નં. ૧૭૪ની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી તથા મોરા ગામ મંદિર ફળિયામાં એક મકાનના બે બાથરૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૨૦૪૦ બોટલ (કિંમત રૂ. ૨,૫૧,૦૪૦) મળી આવી હતી. પીસીબી સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી નીલેશ ઉર્ફે લાલો કંચનલાલ અજમેરી, મહેશ ઈશ્વર સુરતીï, વેદપ્રકાશ ઉર્ફે શાહરૂખ દમણથી દારૂનો જથ્થો મંગાવી આરોપી કિરીટ અને દિનેશ ગ્રાહકોને પહોંચાડતો હતો. પોલીસેડ કાર ચાલક કિરીટની ધરપકડ કરી તમામને વોન્ટેડ જાહેર કરી કાર, મોપેડ, દારૂનો જથ્થો મળી કુલ્લે રૂ. ૭,૯૧,૦૪૦નો મુદ્દામાલ જપ્ïત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY