સુરત, તા. ૧૨
કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે આવેલા રામકૃષ્ણ રો-હાઉસના એક મકાનમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીના બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના ઘલા ગામના ધોબી ફળિયા ખાતે જૈનેશભાઈ અનિલભાઈ પટેલ રહે છે. તેમનું એક મકાન ખોલોડ ગચામના રામકૃષ્ણ રો હાઉસમાં આવેલું છે. ગત દિવસોમાં તેઅો મકાનનો દરવાજા બંધ કરીને બહાર ગામ ગયા હતા. ત્યારેડ તેમના બંધ દરવાજાના બારણાના નકુચો તોડી બંધ દરવાજના બારણાïનો નકુચો તોડી અંદર પ્રવેશી તસ્કરો રોકડા રૂ. ૪૦ હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે ૪.૩૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી આસપાસની દુકાનો તથા સોસાયટીમાં મૂકવામાં આવેલા સીસીટીવી સ્ટેજ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



