વકીલે ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૧૨
આંધ્ર પ્રદેશમાં રહેતા મિત્રની વાડી માટે મોકલેલા ૮૦૦ જેટલા વૃક્ષના છોડ બ્રિન્દાસ ટ્રાન્સ સોલ્યુશન પ્રા.લિ.એ છોડ નહીં પહોંચાડી ટ્રાન્સપોટેશનના રૂપિયા ૨૧૦૦ પણ પરત નહીં કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે વકીલ અજય નવીનભાઈ પાબારીએ ફરિયાદ નોંધાવી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા-બોમ્બે માર્કેટ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અજય નવીનભાઈ પાબારીએ આરોપી બ્રિન્દાસ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રા.લિ. કંપની સાથે સંકળાયેલા વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી કે આંધ્ર પ્રદેશ ખાતે રહેતા મિત્ર પ્રવીણભાઈ રેડ્ડીની વાડી માટે ૮૦૦ છોડ ટ્રાન્સપોર્ટથી મોકલવા રૂ. ૨૧૦૦૦ ચૂકવ્યાં હતા. પરંતુ છોડ નહીં મોકલી ટ્રાન્સપોર્ટના રૂપિયા પરત નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




