વાપી રેલવે સ્ટેશન પર નવા ફુટબ્રીજ નજીકથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના જોરદાર કરંટે અજાણ્યા યુવાનને ખેંચી લેતાં તે પ્લેટફોર્મ નં.૩ પર ઉભેલી ટ્રેનના ડબ્બા પર પટકાયો હતો. ગંંભીર રીતે દાઝી ગયેલા યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાપી રેલવે સ્ટેશન પર નવા બની રહેલા ફુટબ્રીજ પર આજે અજાણ્યો ૩૫ વર્ષીય યુવાન ઉભો હતો. ત્યારે અચાનક યુવાને નજીકથી પસાર થતી હાઈટેન્શન લાઈનના જોરદાર કરંટે ખેંચી લીધો હતો. જેથી કરંટ લાગતા યુવાન પ્લેટફોર્મ નં.૩ પર ઉભેલી વાપી-બાન્દ્રા પેસેન્જર ટ્રેનના ડબ્બા પર પટકાયો હતો. આ ઘટનાને પગલે પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોમાં ચહલ-પહલ મચી ગઈ હતી. તુરંત જ રેલવેના કર્મચારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રેનના ડબ્બા પર પડેલા અજાણ્યા યુવાનને નીચે ઉતાર્યા બાદ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. યુવાન શરીરે ગંંભીર રીતે દાઝી જતાંં તેની હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન અસ્થિર મગજનો હોવાનું કહેવાય રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






