કરમબેલા હાઇવે પર ઉભેલા ટ્રેઈલર પાછળ ટેમ્પો ઘુસી જતાં બેના મોત

0
82

ભિલાડ નજીકના કરમબેલા હાઈવે પર ગઈકાલે મધરાતે રોડ નજીક ઉભેલા ટ્રેઈલરની પાછળ ટેમ્પો ઘુસી જતાં થયેલા ગંભીર અકસ્માતમાં ટેમ્પા ચાલક સહિત બે વ્યકિતના ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં મોત થયા હતા. એકત્રિત થયેલા લોકોએ ભારે જહેમત બાદ ટેમ્પાની કેબિનમાંથી બંનેની લાશ બહાર કાઢી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત ખાતે આવેલી કોમલ ટ્રાન્સપોર્ટ કંપનીના ટેમ્પા (નં.એમએચ-૪૮-એજી-૨૨૮૪)માં કાપડનો જથ્થો ભરી મુંબઈ રવાના કરાયો હતો. ગઈકાલે મધરાતે ભિલાડ નજીકના કરમબેલા હાઈવે પર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ નજીક ઉભેલા ટ્રેઈલરની પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાવી દેતાં ગંભીર અકસ્માત થયો હતો. જેમાં જુઠારામ કલારામ ચૌધરી (ઉ.વ.૫૧, રહે.ભીનમાલ, રાજસ્થાન) અને કનૈયા દેવમણી દુબે (ઉ.વ.૪૦, રહે.કાંદીવલ્લી, મુંબઇ)નું ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં મોત થયું હતું. ઘટનાને પગલે ભિલાડ પોલીસ દોડી ગઇ હતી. ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ ટેમ્પામાંથી બંને મૃતકોની લાશ બહાર કાઢી હતી. ભિલાડ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. અકસ્માતને પગલે મુંબઈ જતાં માર્ગ ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી. જો કે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડ પર ખસેડી દીધા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY