સુરત મ્યુનિ. તંત્ર પ્રજાના બાકી વેરાની ઉઘરાણી વખતે વાધ બનીને મિલ્કત સીલ કરવાથી જપ્તી સુધીની કામગીર કરે છે પરંતુ સરકારી તંત્ર કે ભાજપ સમર્થિક સહકારી ક્ષેત્ર પાસે વેરો વસુલવામાં બિલાડી બની જાય છે. સુરતની એપીએમસી માર્કેટના રૂ.૧.૭૫ કરોડનો વેરો બાકી છે. ઉપરાંત પોલીસ તંત્રનો પણ રૂ.૨ કરોડનો માતબાર વેરો હતો તે માટે કાકલૂદી કર્યા બાદ પોલીસતંત્રએ માંડ રૂ.૬૦ લાખનો ચેક મ્યુનિ. તંત્રને જમા કરાવ્યો છે. સુરત મ્યુનિ.માં ચોપડે વર્ષ ૨૦૧૨-૧૩થી શહેરમાં વિવિધ પોલીસ સ્ટાફ ક્વાટર્સ અને કોલોની તથા પોલીસ વિભાગની મિલ્કતના વેરા પેટે રૂ.૨ કરોડથી વધુનો વેરો બાકી બોલે છે. મ્યુનિ. તંત્રની વારંવારની નોટીસ બાદ પણ પોલીસ વિભાગ વેરો ભરવામા ંદાદાગીરી કરતું હોય તેમ વેરો ભરતું જ નથી. હાલમાં મ્યુનિ. કમિશ્નરે વેરા વસુલાત માટે આકરાણી વિભાગને થોડી છુટ આપતાં મ્યુનિ. તંત્રએ થોડી કડકાઈ અને વિનંતી કરવા છતાં પોલીસ વિભાગ તરફથી રૂ.૨ કરોડના બાકી વેરાની રકમ સામે માત્ર રૂ.૬૦ લાખનો જ ચેક આપ્યો છે. હજી પણ વેરા પેટે રૂ.૧.૪૦ કરોડનો વેરો બાકી બોલે છે. જો કોઈ સામાન્ય નાગરિક વેરો ભરવામાં મોડું કરે તો મ્યુનિ. તંત્ર આકરૃં વ્યાજ વસુલ કરવા ઉપરાંત મિલ્કત જપ્ત કરવી, નળ-ડ્રેનેજ જોડાણ કાપવું વિગેરે શિક્ષાત્મક પગલાં ભરે છે પરંતુ પોલીસ વિભાગ સરકાર હેઠળ આવતો હોવાથી મ્યુનિ. તત્ર આવા કોઈ પગલાં ભરતી નથી જેથી પોલીસ વિભાગની મોટા ભાગની મિલ્કતોનો વેરો બાકી બોલી રહ્યો છે. સામાન્ય લોકોની જેમ મ્યુનિ. તંત્ર પોલીસ પાસે પણ વેરા વસુલવામાં કડકાઈ બતાવે તો હાલ મ્યુનિ.ના આર્થિક હાલત છે તેમાં સુધારો થઈ શકે છે. મ્યુનિ. તંત્ર દ્વારા પ્રજા અને સરકારી તંત્ર સામે વેરા વસુલાતની કામગીરીમાં ભેદભાવ રખાતા હોવાથી લોકોમાં મ્યુનિ.ની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"