ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને લોકસભામાં બે સીટો આપવાની વિચારણાઃ બિહાર કોંગ્રેસ અધ્યક્ષ

0
9

એનડીએ છોડનારા ઉપેન્દ્ર કુશવાહા ના ઘરના કે ના ઘાટના!
પટના,તા.૧૫
આગામી લોકસભાની ચૂંટણીમાં સમ્માનજનક બેઠકો ના મળવાના કારણે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા એનડીએ સાથે છેડો ફાડી મહાગઠબંધન તરફ મીટ માંડીને બેઠા હોય, પરંતુ અહીં પણ તેમની ઈચ્છા પુરી થતી જણાતી નથી.
બિહાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કૌકબ કાદરીએ ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપાને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીએમાં માંડ બે બેઠકો આપવાને લઈને પણ વિચાર કરવાની વાત કહી છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ આગામી લોકસભાની ચુંટણીમાં સમ્માનજનક બેઠક ના મળવાની સ્થિતિમાં એનડીએ સાથે છેડો ફાડ્યો હતો અને કેન્દ્રની મોદી સરકારમાંથી મંત્રી પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. તેઓ મહાગઠબંધનમાંથી વધારે બેઠકો મળવાની આશા રાખીને બેઠા હતાં. પરંતુ બિહાર કોંગ્રેસના નેતા કૌકબ કાદરીએ કહ્યું હતું કે, એનડીએમાં ઉપેન્દ્ર કુશવાહાની ઉપેક્ષા થઈ છે. તેમને ઘણા સમય પહેલા જ એનડીએ છોડી દેવાની જરૂર હતી. સાથે જ તેમણે કુશવાહાને મહાગઠબંધનમાં શામેલ થવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
જાકે તેમણે કહ્યું હતું કે, એનડીએમાંથી અલગ થવાના ઉપેન્દ્ર કુશવાહાના નિર્ણયનું સ્વાગત કરતા તેમને મહાગઠબંધનમાં શામેલ થવાનું આમંત્રણ પણ આપ્યુ હતું. સાથે કહ્યું હતું કે અમે તેમને બે બેઠકો આપવાને લઈને વિચાર કરીશું.
આ અગાઉ પણ કાદરી કહી ચુક્યાં છે કે, બિહારમાં કોંગ્રેસ ૨૦ બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY