કોહલીની કમાલ, ટેસ્ટમાં બ્રેડમેન બાદ સૌથી ઝડપી ૨૫ સદી ફટકારી

0
8

પર્થ,તા.૧૬
હાલમાં ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં નંબર ૧ બેટ્‌સમેન અને ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક ઘણી ઉપલબ્ધીઓ હાંસલ કરતો જઈ રહ્યો છે. હવે તેની રૅકર્ડ બુકમાં વધુ એક ઉપલબ્ધી નોંધાઈ ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એવો કારનામો કર્યો છે જેના કારણે તે ફરી ચર્ચામાં છે.
પર્થ ટેસ્ટના બીજા દિવસે ૮૨ રન બનાવીને નોટઆઉટ રહેનાર વિરાટ કોહલીએ ત્રીજા દિવસે ૧૮ રન બનાવતા જ તેના કરિયરની ૨૫મી સદી પૂર્ણ કરી હતી જે ખૂબ ખાસ છે. આ સદી મારફતે ન માત્ર ભારતીય ટીમને આ ટેસ્ટમાં મજબૂતી આપવી છે પરંતુ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે તે હાલના ક્રિકેટરોમાં સૌથી આગળ છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ૨૫ સદી પૂર્ણ કરી છે. બ્રેડમેને ૭૦ વર્ષ પહેલા માત્ર ૬૮ ઇનિંગમાં ૨૫ સદીનો રૅકોર્ડ રચ્યો હતો. વિરાટ કોહલીએ ૧૨૭ ઇનિંગમાં ૨૫ સદી પૂર્ણ કરી છે. સૌથી ઓછી ઇનિંગમાં ૨૫ ટેસ્ટ સદીનો આંકડો પાર કરવા બાબતે તે સર ડોન બ્રેડમેન પછી બીજા ક્રિકેટર છે. તેણે આ બાબતમાં ભારતના સચિન તેંદુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોને પણ પાછળ છોડી દીધા છે. સચિને આ ઉપલબ્ધી ૧૩૦ ઇનિંગમાં મળવી હતી જ્યારે ગાવસ્કરે આ ઉપલબ્ધી ૧૩૮ ઇનિંગમાં હાંસલ કરી હતી.
સૌથી ફાસ્ટ ૨૫ ટેસ્ટ સેન્ચુરીઃ-
સર ડોન બ્રેડમેન – ઓસ્ટ્રેલિયા – ૬૮ ઇનિંગ
વિરાટ કોહલી – ભારત – ૧૨૭ ઇનિંગ
સચિન તેંદુલકર – ભારત – ૧૩૦ ઇનિંગ
સુનીલ ગાવસ્કર – ભારત ૧૩૮ ઇનિંગ
મેથ્યૂ હેડન – ઓસ્ટ્રેલિયા – ૧૩૯ ઇનિંગ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીકર્તા ભારતીય બેટ્‌સેમનોઃ
૧૧ – સચીન તેંડુલકર
૮ – સુનીલ ગાવસકર
૭ – વિરાટ કોહલી
૬ – વી.વી.એસ. લક્ષ્મણ
૪ – ગુંડપ્પા વિશ્વનાથ/મુરલી વિજય

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY