સાપુતારામાં વનબંધુ છાત્રાલયના લોકાર્પણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા

0
29

તા. ૧૦મીથી શ્રીમદ ભાગવત કન્યાનો આરંભ થશે
આહવા, તા.૮

દંડકારણ્યની પાવન ભૂમિ એવા ડાંગ જિલ્લાના શીરમોર સમા ગિરિમથક સાપુતારા સ્થિત સાંદીપનિ વિઘાસંકુલ ખાતે, વનબંધુ છાત્રાલયનાં લોકાર્પણ સાથે શ્રીમદ્‌? ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરાયુ છે. આગામી તા.૧૦ થી ૧૭ જૂન, ૨૦૧૯ દરમિયાન આયોજિત શ્રીમદ્‌? ભાગવતમ્? કથા જ્ઞાનયજ્ઞના આ કાર્યક્રમનો શુભારંભ તા.૧૦મી જૂને બપોરે ૩ વાગ્યે કરાશે. જ્યારે કથા પૂર્ણાહુતિ તા.૧૭મી જૂને બપોરે ૧ વાગ્યે થશે. દરમિયાન વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર પૂ.ભાઇશ્રી શ્રી રમેશભાઇ ઓઝા દ્વારા શ્રોતાજનોને કથાનું રસપાન કરાવાશે. વનવાસી વિઘાર્થી, અને વન સંપદાના સંરક્ષણ અર્થે આયોજિત આ જ્ઞાન સંવર્ધન યજ્ઞકાર્યમાં સૌને પધારવા, શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY