નીતિપંચની સલાહ
ન્યુ દિલ્હી,તા.૨૧
નીતિ પંચે ૨૦૨૨ સુધીમાં ઓછામાં ઓછું છ ટકા સુધી શિક્ષણ પર જીડીપીના ટકાવારીને બમણી કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત, શિક્ષકો માટે મુશ્કેલ લાયકાત તપાસ દ્વારા લઘુતમ માપદંડો જેવા સુધારા પણ શિક્ષણ ક્ષેત્રે લાગુ કરવામાં આવે તે બાબતનું સમર્થન નીતિ પંચ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં શિક્ષણ ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્યોની ફાળવણી જીડીપીના ૩ ટકાની નજીક છે. જ્યારે વૈશ્વિક બેંક અનુસાર તેની વૈશ્વિક સરેરાશ ૪.૭ ટકા છે.
નીતિ આયોગે તેમની ‘સ્ટ્રેટેજી ફોર ન્યુ ઇન્ડિયા ૭૫’ બુધવારના રોજ જારી કરીને આ સંસ્થાનોમાં માન્યતા આપવા માટે એક પારદર્શક અને ખડતલ લાયકાત તપાસ વિકસિત કરવા માટે એક સમિતિની રચના કરવા માટેની ભલામણ પણ કરી છે. પંચે જણાવ્યું હતું કે, વિશેષ રીતે તૈયાર એક એપ્ટિટ્યૂડ તપાસ ૯માં ધોરણમાં જરૂરથી કરવામાં આવે, તેના આધારે અને તેની ૧૦માં ધોરણમાં ફરીથી તપાસ કરવામાં આવવી જાઈએ. જેના આધારે વિદ્યાર્થીઓને ‘નિયમિત ટ્રેક’ વર્સીસ ‘એડબન્સ ટ્રેક’નો વિકલ્પ પસંદ કરવા દેવામાં આવશે. આ બંને ટ્રેક મુશ્કેલી સ્તર અને વિષયોની પસંદગીના સંદર્ભમાં એકબીજાથી અલગ હશે.
કેટલાક વિકસિત દેશોમાં આ સિસ્ટમ અપનાવવામાં આવી છે. નોંધનીય છે કે, આજના બાળકોને દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં જો બાળક શિક્ષિત નહીં હોય તો આગામી સમયમાં તેમને ઘણા અણધાર્યા પડકારોનો સામનો કરવો પડશે. જેને કારણે જો વિદ્યાર્થીના શિક્ષણ પર અત્યારથી જ ધ્યાન આપવામાં આવે તો તે આગામી સમયમાં ઉજળું ભવિષ્ય બનશે. જેના કારણે વિદ્યાર્થીના શિક્ષણ પર ધ્યાન આપવું જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




