ડાંગમાં ૫૦ વિદ્યાર્થીઓ ભરેલી બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

0
11

ડાંગ,તા.૨૨
રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. રોજ બરોજ રોડ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થાય છે. દરેક શહેરમાં વાહનોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જેને લઈ ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. વાહન ચલાવવામાં થોડી અસાવધાની મોતને આમંત્રણ આપી દે છે. આજે ડાંગ જીલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડતા સમગ્ર જીલ્લા તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બસ અમરેલી જીલ્લાની હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. બસમાં લગભગ ૫૦ વિદ્યાર્થીઓ સવાર હતા. આ મુદ્દે તંત્રને જાણ થતા ડાંગ જીલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે.
પોલીસ તથા બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે. બચાવની ટીમ તથા સ્થાનિક લોકોની મદદથી ઊંડી ખીણમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બસમાં સવાર લોકોની પરિસ્થિતી કેવી છે તે ટુંક સમયમાં અપડેટ મળી જશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY