મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના ૫ ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, ૧૨ યાત્રાળુને ઇજા

0
57

કટની(મધ્યપ્રદેશ),
તા.૧૫/૪/૨૦૧૮

મધ્યપ્રદેશમાં મોટી રેલ દુર્ઘટના ટળી

મધ્ય પ્રદેશના કટની જીલ્લામાં શનિવાર રાત્રે ઘટના બની છે. કટની-ચોપન પેસેન્જર ટ્રેન કટની જીલ્લાના સહલાના અને પિપરિયાકલાની નજીક અક્સમાત બન્યો છે. ટ્રેનના ૫ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં ૧૨ લોકોની ઈજાગ્રસ્ત થવાની શંકા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે જ તમને જણાવી દઈએ કે શનિવાર સવારે બિહારના લખીસરાય જીલ્લાના કિઉુલ સ્ટેશનની નજીક ટ્રેકના કિનારે મુકેલો પાટો મૌર્ય એક્સપ્રેસની એક બોગીમાં ઘુસી જતા એકનુ મોત અને ૨ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર, કિઉુલ રેલ્વે સ્ટેશન નજીક હટિયી-ગોરખપુર મૌર્ય એક્સપ્રેસ જે ટ્રેક પરથી નિકળે છે, તેની પાસે મુકેલી એક ૧૦ ફૂટ લાંબો પાટો એકદમ જ બોગીમાં ઘુસી ગયો હતો. આ પાટાના ચપેટમાં આવવાથી એક વ્યક્તિનુ મોત અને ૨ ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકની ઓળખાણ સહારાનપુરના મંગલ શેઠ તરીકે કરવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં એક પછી એક થનારા અક્સમાતના કારણે રેલ્વે નિગમની ટિકા કરવામાં આવી રહી હતી. કેટલીક ઘટનાઓ બાદ પ્રધાનમંત્રી મોદી જાડે મુલાકાત કરયા પછી રેલ ઘટનાઓની જવાબદારી લેતા રેલ મંત્રી સુરેશ પ્રભુએ રાજીનામુ આપી દીધુ હતુ.

તેના પછી સિતંબર મહિનામાં રેલ મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી હતી. આવામાં ગોયલની સૌથી મોટી જવાબદારી લોકોનો રેલ્વે પર વિશ્વાસ વધારવાનુ હતુ. જા કે રેલ દુર્ઘટનાઓ હજુ પણ ઓછી થઈ નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY