માથું કપાયેલ બાળકનાં લાશની બાતમી આપનારને એક લાખનું ઇનામ

0
19

રાજકોટ,તા.૨૨
રાજકોટમાં રૂખડીયા-ભગવતીપરાને જાડતા બેઠા પૂલ પાસે નદી કાંઠેથી અજાણ્યા માસુમ બાળકનું માથુ વઢાયેલુ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. હત્યારાએ માસુમનો બલી ચઢાવ્યો હોય તેવી શંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાંપણ આ બાળક અંગે કોઇપણ માહિતી મળી નથી. સામાજીક સંસ્થઆ દ્વારા આરોપીની બાતમી આપનારને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા પોલીસે પણ હત્યારાઓની બાતમી આપનારને ઇનામ આપવાની વાત કરી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના ભગવતીપરા અને રૂખડીયાપરાની વચ્ચે બેઠા પુલ પાસે આજી નદીના કાંઠા પરથી આશરે ૬થી ૯ વર્ષની વચ્ચેની વય ધરાવતાં એક બાળકનું વાઢી નંખાયેલુ માથુ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. માથુ જે રીતે મળ્યું તે જાતાં કયાંક કોઇપણ સ્થળે બાળકની માથુ વાઢી હત્યા કરાયા પછી અથવા તો બલી ચઢાવાયા બાદ નદીમાં માથુ ફેંકી દેવાયાની શંકા થઇ રહી છે.
માથુ મળ્યું તેના આશરે બે-ત્રણ દિવસ પહેલા વાઢવામાં આવ્યાનું પણ પ્રાથમિક તારણ છે. પોલીસે જુદી-જુદી દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસને એવી માહિતી મળી હતી કે સવારે સાડા દસેક વાગ્યે મહિલાઓ નદી કાંઠેથી પસાર થઇ રહી હતી ત્યારે એક બાળકનું કપાયેલુ માથુ જાવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY