સૌરાષ્ટ્રની સૌથી મોટી સાઇકલિંગ ઇવેન્ટ જાન્યુઆરીમાં યોજાશે

0
11

રાજકોટ,તા.૨૨
સૌરાષ્ટ્રની મોટી સાઇકલિંગ ઇવેન્ટ જાન્યુઆરીમાં યોજાશે. રોટરી મિડટાઉન લાયબ્રેરી સંચાલિત રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી માસમાં આ સાઇકલિંગ ઇવેન્ટ યોજાશે.
રોટરી મિડટાઉન લાયબ્રેરી દ્વારા વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ સાયકલ દિવસના રોજ રાજકોટ સાયકલ કલબની સ્થાપના કરવામાં આવી. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ પ્રવૃતિઓ કરીને રાજકોટ સાયકલ ક્લબએ વિશિષ્ટ પ્રતિસ્થા મેળવી છે. રોજે રોજ ૧૫ થી ૪૦ કિમીની રોજિંદી સાયકલ રાઈડ આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત રાજકોટ સાયકલ ક્લબના સભ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લઇ આપણું નામ રોશન કરે છે.
૨૦૧૭ અને ૨૦૧૮ ના “સાયકલોકૂન”ના આયોજન બાદ ફરી રાજકોટ સાયકલ ક્લબ આ વર્ષે, તા. ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ ને રવિવારના રોજ શિયાળાના ગુલાબી માહોલમાં રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી મિડટાઉન લાયબ્રેરી દ્વારા સાયકલોકૂન-૨૦૧૯નું આયોજન કરવામાં આવશે.
આ ઇવેન્ટમાં ભાગ લેનારે ૨૫ કિમિ ૧.૫ કલાકમાં, ૫૦ કિમિ ૩ કલાકમાં, ૭૫ કિમિ ૪ કલાકમાં નિર્ધારિત રૂટ ઉપર અંતર પૂર્ણ કરશે. દરેક સ્પરાધાકે હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. તેમનામાંથી સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધાકો અંતર્ગત લક્કી ડ્રો કરવામાં આવશે થતા લક્કી ડ્રો ના વિજેતાઓ ને આકર્ષક ઇનામો આપવામાં આવશે.
આ ઇવેન્ટ સવારે ૫ઃ૩૦ વાગ્યે શરુ થશે, ૨૫, ૫૦ અને ૭૫ કિમિ દરેક કેટેગરીનો ફ્લેગ આૅફ સમય અલગ અલગ રહેશે. ઇવેન્ટ રેજીસ્ટ્રેશન ફી ૨૫ કિમિ માટે ઇજ ૨૦૦, ૫૦ કિમિ માટે ઇજ ૩૦૦ અને ૭૫ કિમિ માટે ઇજ ૫૦૦ રાખવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY