ભારતનું સર્વપ્રથમ ઈ-ટોયલેટ રંગીલા રાજકોટમાં મુકાશે

0
8

રાજકોટ,તા.૨૨
ઈ-ટોઇલેટ ભારતનું સર્વપ્રથમ માનવરહિત ઇલેકટ્રોનિક જાહેર શૌચાલય છે. તેને અલગ અલગ સ્થળે લઇ જઈ શકાય છે. જી.પી.આર.એસ. આધારિત સિસ્ટમથી સંચાલિત આ ઈ-ટોઇલેટનું દુરથી મોનિટરિંગ (નિરીક્ષણ) થઇ શકે છે, તેમજ આ ઈ-ટોઇલેટ પર્યાવરણ અને આરોગ્ય-સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ છે. ઈરેમ સાયન્ટીફીક સોલ્યુશન્સ દ્વારા આ ઈ-ટોઇલેટને “ડીલાઈટ” એવું નામ આપવામાં આવેલું છે.
આ ઈ-ટોઇલેટ સેન્સર બેઇઝ્ડ ટેકનોલોજીની મદદથી કાર્ય કરે છે. તેમાં સફાઈ મશિન દ્વારા જ એટલે કે સ્વચાલિત છે અને આ ટોઇલેટમાં પાણીનો બચાવ પણ થાય તેવી યાંત્રિકી પ્રણાલિકા છે. આ માનવરહિત ઈ-ટોઇલેટમાં સ્વચાલિત એક્સેસ કંટ્રોલ છે એટલે કે, દુર બેઠા બેઠા પણ વેબ રિપોટ્‌ર્સના આધારે આ મશિનનું મેનેજમેન્ટ થઇ શકે છે. કચરા નિકાલ પ્રક્રિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા થાય છે. આ પોર્ટેબલ ટોઇલેટ જી.પી.આર.એસ. યુનિટથી સજ્જ હોઈ તેના સાચા સમયબદ્ધ અપડેટ મળે છે.
આ ઈ-ટોઇલેટ બાયો મેમ્બ્રેન રીએક્ટરથી સજ્જ છે અને તેની મદદથી પાણી રીસાઈકલ કરી થાય છે અને ફ્લશિંગ અને ક્લીનીંગ માટે તેનો પૂનઃ ઉપયોગ પણ થઇ શકે છે. શહેરમાં ખાસ કરીને જ્યાં ડ્રેનેજ ટેન્કની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં આ આ ઈ-ટોઇલેટ અત્યંત ઉપયોગી બને છે. વૈકલ્પિક ઉર્જાની જરૂરિયાત માટે તેમાં સોલાર પેનલ પણ પ્રાપ્ય છે. આ ઈ-ટોઇલેટમાં નેપકીન પણ ઉપલબ્ધ છે. યુઝર્સ એક સિક્કો મશીનમાં નાંખીને આ ઈ-ટોઇલેટમાં પ્રવેશ કરી શકશે. આ ઈ-ટોઇલેટના દરવાજા ઓટોમેટિક ખુલ-બંધ થાય છે.
યુઝર ટોઇલેટમાં પ્રવેશ કરે એ સાથે સેન્સર બેઇઝ્ડ લાઈટ ઓટોમેટિક શરૂ થઇ જાય છે. પાણીનો બચાવ થાય તેની કાળજી લઈને આ ઈ-ટોઇલેટમાં ત્રણ મિનિટના સમય બાદ ૧.૫ લીટર પાણીથી ઓટોમેટિક ફ્લશિંગ થઇ જાય છે અને થોડો વધુ સમય ટોઇલેટનો ઉપયોગ થયો હોય તો ૪.૫ લીટર પાણી ફ્લશિંગમાં વપરાય છે. આ ઈ-ટોઇલેટનો ૫ થી ૧૦ લોકોએ ઉપયોગ કર્યા બાદ પ્લેટફોર્મની સફાઈ ઓટોમેટિક જ થઇ જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY