મિત્રની પત્નીની મશ્કરી કરનાર યુવકને રહેંસી નંખાયો

0
7

બારડોલી,તા.૨૨
બારડોલી તાલુકાના મોવાંછિ ગામની સિમમાં ગત વર્ષે ઓગસ્ટ માસમાં યુવાનની થયેલ હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે. સુરત જિલ્લા એસઓજીએ આ મામલામાં બે આરોપીની ધરપકડ કરી હતી. મૃતક ઉમરપાડા તાલુકાના બરડી પાડા ગામનો રહેવાસી હતો. મારનારે મિત્રની પત્નીની છેડતી કરતા મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
બારડોલી તાલુકાના મોવાંછિ ગામે ગત વર્ષે ૨૧મી ઓગસ્ટના રોજ એક યુવાનનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. શેરડીના ખેતર માંથી હત્યા કરેલી લાશ મળી આવતા બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. જાકે તપાસ દરમિયાન મૃતક ઉમરપાડા તાલુકાના બરડી પાડા ગામનો હોવાનું બહાર આવ્યું હતું. જે મામલે સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
તપાસ દરમિયાન મૃતક સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બરડી પાડા ગામેં રહેતો સુમન વસાવા હોવાનું જણાયું હતું. હત્યાનું કારણ એ હતું કે મૃતક સુમન વસાવાનો મિત્ર શુભાશ કે જે કામરેજના રૂંધવાળામાં રહેતો હતો. ત્યાં મળવા આવ્યો હતો. રાત્રી દરમિયાન ત્યાં રોકાતા સુમન વસાવા એ મિત્ર સુભાસની પત્નીની છેડતી કરી હતી. અને સવારે સુભાસની પત્નીએ આખી વાત સુભાસને કરતા સુભાસ રોષે ભરાયો હતો. સમગ્ર મામલે એસઓજીએ ભેદ ઉકેલી સુભાસ વસાવા તેમજ કૈલાશ ચૌધરીની ધરપકડ કરી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY