બનાવને પગલે ડીવાયએસપી સહિતની ટીમ ઘટનાસ્થળે
યુવાનની હત્યા કોને અને શા માટે કરી તે રહસ્ય અકબંધ

મોરબી જીલ્લામાં હત્યા, મારામારી જેવા બનાવો સામાન્ય બની રહ્યા છે અને આજે વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં હળવદના કોયબા ગામની નદીના કાંઠેથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે યુવાનની હત્યા કરાયેલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સમાજ ના લોકો દોડી આવ્યા હતા નાના એવા કોયબા માં મોતના સમાચાર થી ખળભળાટ મચી જવા પામ્યો છે
રાત્રે ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળેલા યુવાનને નદી નજીક રહેંસી નંખાયો
હળવદના કોયબા ગામે ગતરાત્રીના ઘરેથી વાડીએ જવા નીકળેલા કોળી યુવાનને માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીકી દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને માથામાં તિક્ષણ હથ્યાર ના ધા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
હળવદના કોયબા ગામની નદી પાસેના કોઝવે પાસે હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ પડ્યો હોય જેની માહિતી મળતા હળવદ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જેમાં મૃતક યુવાન જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરભાઈ સપારા કોળી ઉ વ ૨૨ વાળા રહે કોયબા ગામનો હોવાનું ખુલ્યું છે હત્યાના બનાવને પગલે ડીવાયએસપી સ્થળ પર દોડી ગયા હતા
મૃતક યુવાન ગત રાત્રીના ૧૧ ના સુમારે વાડીએ જવાનું કહીને નીકળ્યા બાદ સવારે હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જોકે યુવાનની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તેમજ હત્યારા કોણ છે તે સ્પષ્ટ થયું નથી પોલીસે હત્યાની ધોરણસરની ફરિયાદ નોધવા અને હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસ ચલાવી છે ડીવાયએસપી બન્નો જોષી, પીઆઈ એમ, આર, સોલંકી, તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





