લવ સોનિયા પછી મારે મનોચિકિત્સા લેવી પડી : રિચા ચડ્ડા

0
19


મુંબઈ,તા.૫
એ લિસ્ટની અભિનેત્રીઓમાં સ્થાન મેળવી ચૂકેલી અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે લવ સોનિયા ફિલ્મ કર્યા પછી મારે મનોચિકિત્સા લેવી પડી હતી. આ ફિલ્મમાં એણે વેશ્યાઓના દલાલનો રોલ કર્યો હતો. એ માટે એણે મુંબઇના કેટલાક કૂટણખાનાની ખરેખરી મુલાકાત લીધી હતી અને પોતાના પાત્રની તૈયારી કરી હતી. એણે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે ફિલ્મનુ શૂટિંગ વગેરે પૂરું થયા બાદ પણ હું આ પાત્રમાંથી મુક્ત થઇ શકતી નહોતી. મને સતત આ પાત્ર વળગેલું રહેતું હતું એટલે મેં કેટલાક અનુભવીઓની સલાહ લઇન મનોચિકિત્સકની મુલાકાત લીધી હતી. કેટલાક સેશન પછી હું માંડ માંડ આ પાત્રમાંથી મુક્ત થઇ શકી હતી. આ માનવ સ્વભાવની મર્યાદા છે. અદાકારોએ સતત સાવધ રહેવું પડે નહીંતર કેટલાંક પાત્રો તમારા માનસ પર બહુ ઊંડી અસર કરે છે. તમે એમાંથી જલદી મુક્ત થઇ શકતા નથી.
એણે વધુમાં ઉમેર્યું કે રેડ લાઇટ વિસ્તારોમાં કામ કરતી એનજીઓ કનેથી આ દુર્ભાગી મહિલાઓ વિશેની કર્મકથા સાંભળીને પણ હું વ્યથિત થઇ ગઇ હતી. એ બાબતે પણ મારા માનસ પર ઘેરી અસર કરી હતી.
તબરેઝ ઇરાનીની આ ફિલ્મમાં કૂમળી બાળાઓને દેહવિક્રયના ધંધામાં ધકલી દેવાના ગેરકાયદે પ્રયોગોની વાત વણી લેવામાં આવી છે. રિચાએ કહ્યું કે અગાઉ હ્યુમન ટ્રાફિકિંગ વિશે સાંભળ્યું હતું અને દૈનિકોમાં વાંચ્યું હતું. પરંતુ તબરેઝે જે રીતે વિષયની માવજત કરી છે એે પછી મને આ ભયંકર અપરાધખોરીનો સાચ્ચો પરિચય થયો. એ પણ મને અપસેટ કરવામાં નિમિત્ત બન્યું હોઇ શકે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY