હવે વૈષ્ણોદેવીથી ભૈરોં મંદિર સુધી રોપવે શરૂ,માત્ર પાંચ મિનિટમાં જ પહોંચાશે

0
23
રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે ઉદ્‌ઘાટન કર્યુ
હવે વૈ
જમ્મૂ,તા.૨૪
જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વૈષ્ણોદેવી મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓ હવે ભૈરોંનાથ મંદિરમાં પણ આસાનીથી દર્શન કરવા જઈ શકશે. કારણ કે, એ માટે રોપવે સેવાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કેબલ કાર સેવા આવતીકાલથી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.
માતા વૈષ્ણોદેવી મંદિર ભવનથી ભૈરોંનાથ મંદિર માત્ર દોઢ કિલોમીટર જ દૂર આવેલું છે, પરંતુ ચઢાણ ખૂબ જ કઠિન હોય છે. વિગતો અનુસાર, વૈષ્ણોદેવી મંદિરના દર્શને આવતાં શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓમાંથી માત્ર ૩૦-૪૦ ટકા લોકો જ ભૈરો મંદિરમાં દર્શન કરવા જતા હોય છે.
પરંતુ, હવે ભવન-ભૈરોં રોપવે સેવા શરૂ થવાથી યાત્રીઓ વૈષ્ણોદેવી મંદિરથી માત્ર પાંચ મિનિટમાં જ ભૈરોં મંદિર ખાતે પહોંચી શકાશે. આ રોપવે રાઈડ માટેનો ખર્ચ વ્યક્તિદિઠ માત્ર ૧૦૦ રૂપિયા રહેશે.
રવિવારે આ સેવાનું ટ્રાયલ રન ગઈ કાલે કરવામાં આવ્યું હતું અને આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ રોપવે સેવાનું રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે આજે ઉદઘાટન કર્યું હતું.
આ રોપવે પ્રોજેક્ટ સ્વિટઝરલેન્ડની ગારવેન્ટા એજી અને કોલકાતાની દામોદર રોપવેઝ કન્સ્ટ્રક્શન કંપની પ્રા.લિ. વચ્ચેનું સંયુક્ત સાહસ છે. રોપવેની કેબિન તથા સાધનસામગ્રી સ્વિટઝરલેન્ડમાંથી આયાત કરવામાં આવી છે. પ્રતિ કલાક ૮૦૦ જેટલા લોકોની ફેરી કરવાની આ કેબલ કાર ક્ષમતા ધરાવે છે. આ સેવાને લીધે ૬,૬૦૦ ફૂટ ઊંચાઈ પર આવેલા મંદિરે માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY