ચીને પાકિસ્તાનને વિદેશી મુદ્રામાં વધારો કરવા માટે ૨.૫ અરબ ડોલરની સહાય કરી

0
22

ઇસ્લામાબાદ,તા.૨
હાલમાં પાકિસ્તનાન વિદેશી મુદ્રા ભંડારમાં થઇ રહેલો ઘટાડો અને વિદેશની દેવામાં થઇ રહેલા વધારાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જોકે પ્રાપ્ત અહેવાલ મુજબ ચીન દ્વારા તેના ખાસ મિત્ર દેશ પાકિસ્તાનને પોતાની વિદેશી મુદ્રામાં વધારો કરવા માટે ૨.૫ અરબ ડોલરની સહાય કરી છે.
પાકિસ્તાનમાં હાલ પરિસ્થિતિ કંઇક એવી છે કે તેના વિદેશી મુદ્રા ભંડોળમાં ભારેખમ ઘટાડો નોંધાયો છે. દેશનું વિદેશી મુદ્રા ભંડોળ ઘટીને ૮.૧૨ અરબ ડોલર સુધી પહોંચી ગયું છે. જે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને વિશ્વબેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ન્યૂનતમ સ્તર કરતા પણ ઓછું છે અને એટલા માટે જ વિશ્વબેંક પાકિસ્તાનને લોન આપવાની ના પાડી રહીં છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાનના નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બીજિંગ કેન્દ્રીય બેંક પાસે ૨.૫ અરબ ડોલર જમા કરવાશે. દેશમાં ચાલી રહેલા નાણાકિય વર્ષમાં આ વખતે રાશી વધીને ૪.૫ અરબ ડોલર પર પહોંચી જશે. આ અગાઉ ચીન દ્વારા ગયા વર્ષે જુલાઇમાં પાકિસ્તાનને ૨ અરબ ડોલરની સહાય કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY