શ્રીનગરઃ ITBP જવાનોને લઈ જતી બસે સંતુલન ગુમાવતા નાળામાં ખાબકીઃ ૧નું મોત

0
27

આ દુર્ઘટનામાં ૩૪ અન્ય જવાનો ઘાયલ
શ્રીનગર,તા.૨૪
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે માર્ગ દુર્ઘટનામાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(ITBP)ના એક જવાનનું મોત નીપજ્યુ છે. આ ઘટના જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન જિલ્લામાં ઘટી. બસમાં ૩૫ લોકો સવાર હતા.
અહીં ITBPના જવાનો અને કર્મચારીઓને લઈને જઈ રહેલી પ્રાઈવેટ બસે સંતુલન ગુમાવતા ખૂની નાળામાં પડી. ઘટના એટલી ભીષણ હતી કે બસનો કચ્ચરઘાણ ઉડી ગયો. ઘટનામાં ITBPના ૩૪ અન્ય જવાન અને કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે.
ઘટના બાદ વિસ્તારમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યુ. તમામ ઈજાગ્રસ્તોને રામબનના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તમામની સારવાર ચાલી રહી છે. રામબનના જિલ્લાધિકારીએ જાણકારી આપી છે કે ઘટનામાં ગંભીરરીતે ઘાયલોને હેલિકાપ્ટર દ્વારા જમ્મુ મોકલવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY